અમીરગઢ,તા.06 સપ્ટેમ્બર 2020, રવિવાર
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢના ખાનગી દવાખાનામાં આદિવાસી પ્રસુતાનું પ્રસુતિ દરમિયાન થયેલ મોતના મામલે ધારાસભ્ય સહિત આદિવાસીઓ ચોવીસકલાકથી ધરણા ઉપર બેસી જતા મામલો વધારો બીચકતો જાય છે.
અમીરગઢના ખેમરાજીયાની શાંતાબેન ખરાડી આદિવાસીને પ્રસુતિ હોઈ પ્રસવ પીડા ઉપાડતા ઈકબાલગઢ ખાતે આવેલ સત્યમ હોસ્પિટલમાં લાવેલ હતા. જ્યાં તેઓને પોરેશન દ્વારા પ્રસુતિ થયેલ હતી અને બાળકનો જન્મ થયેલ હતો. પરંતુ પ્રસુતાની હાલત બગડતા સત્યમ હોસ્પિટલના ર્ડાક્ટર ચિરાગ પરમાર સાથે જઈ મહેસાણા લઈ ગયા હતા. જ્યાં તેઓનું મોત નિપજેલ હતું. મહિલાનું મોત થતાં જ સાથે આવનાર ર્ડાક્ટર પલાયન થઈ ગયા હતા. આથી મહિલાની ડિલીવરીમાં ર્ડાક્ટરની કંઈક ભૂલ હોવાનું આક્ષેપો કરી મૃતક મહિલાની લાશ સાથે આદિવાસીઓ સત્યમ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને મોટો હોબાળો થયો હતો. આખરે પોલીસે મામલો થાળે પાડવા માટે ર્ડાક્ટરને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યારે મૃતક મહિલાના પરિવારજનોએ ર્ડાક્ટરને દોષી માની તેના પર ગુનો નોંધવા માટે રજૂઆત કરેલ હતી. પરંતુ ગુનો ના નોંધાતા બધા આદિવાસીઓ મહિલાની લાશ સાથે સત્યમ હોસ્પિટલ આગળ ધરણા યોજી આખી રાતથી બેઠા છે. ચોવીસ કલાકથી ધરણા પર બેઠેલા લોકો સાથે આદિવાસી આગેવાન અને દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જોડાયા હતા અને પોલીસ પર આક્ષેપોને અનેક તિરો ચલાવ્યા હતા.
એડી નહી ગુનો નોંધા ધારાસભ્ય
અમીરગઢના ખેમજાજીયાની પ્રસુતા મહિલાના મોતના મામલે પોલીસે એડી દાખલ કરેલ છે અને પીએમ રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવાનું જણાવેલ છે. પરંતુ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવેલ હતું કે જ્યાં સુધી ગુનો નહીં નોંધાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.
No comments:
Post a Comment