અમદાવાદ: રસ્તા પર પાણી ભરાતા એસટીના 58 રૂટ બંધ કરાયા
અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર 2020 મંગળવાર
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં પડી રહેલા વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જેના પગલે રાજ્યના એસટી વિભાગ દ્વારા અલગ-અલગ 58 રૂટ બંધ કરવામાં આવ્યાં છે.
જો કે એસટી (ST) વિભાગ દ્વારા રૂટ બંધ કરવામાં આવતા અંદાજે 19.51 લાખનું નુકસાન થયું છે. જો કે આ સાથે વરસાદી માહોલમાં એસટી બસમાં મુસાફરી કરતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ST વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પડી રહેલા મુશળાધાર વરસાદના પગલે દેવભૂમિ દ્વારકાના 18 રૂટ બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે જૂનાગઢ 10 રૂટ, જામનગરમાં 8 રૂટ બંધ, દાહોદમાં 8 રૂટ, અમદાવાદના 2, ભરૂચ 1 રૂટ, ભાવનગર-1, બોટાદ-2, કચ્છ-1, રાજકોટ-1, બનાસકાંઠા-1, મહેસાણામાં 1 રૂટની બસ સેવા બંધ કરવામાં આવી છે.
No comments:
Post a Comment