ખેડા જિલ્લામાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ, એકનું મોત
નડિયાદ, તા.3 સપ્ટેમ્બર 2020, ગુરુવાર
ખેડા જીલ્લામાં આજે વધુ દશ કોરાનાના કેસો નોધાયા છે.નડિયાદ શહેરમાં આજે છ કોરોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત કઠલાલ, ખેડા,કપડવંજ અને વસોમાં એક-એક કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે. આથી જીલ્લામાં કુલ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૧૦૭૩ પહોંચ્યો છે.
ખેડા જીલ્લામાં કોરોના મહામારીનો કહેર પાંચ મહિના વિત્યા બાદ પણ અવિરતપણે વર્તાઈ રહ્યો છે. સરકારી આંકડા મુજબ જીલ્લાના ગ્રામ્ય જીવન કરતા પશ્ચિમી શૈલીનું અનુકરણ કરતા શહેરીજનોને કોરોનાની અસર વધુ જોવા મળી રહીં છે. જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અથાગ પ્રયત્નકરવામાં આવી રહ્યા છે. તો પણ ક્યાંક જનતાની બેદરકારી કે આરોગ્ય તંત્રની વહિવટી કાર્યદક્ષતામાં ચૂક હોય તેમ દરરોજ નવા દસથી વીસ કેસોનો ઉમેરો થાય છે.
બીજી તરફ ધનવંતરિ રથના માધ્યમથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા મળી રહે તેવા પ્રયત્નોે આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના થકી આવી પડેલી આપદામાંથી જીલ્લાના નાગરિકોને ઉગારી શકાય.
નડિયાદ શહેરમાં નોંધાયેલા કેસ
મહિલા ઉં.વ.૨૭ સિવિલ હોસ્પિટલ, મહિલા ઉં.વં ૭૨ દિપક સોસાયટી, મહિલા ઉં.વં. ૨૬ નવા રાવ પૂરા, પુરૂષ ઉં.વં.૨૫ ગણપતિ મહોલ્લો, પુરૂષ ઉં.વં.૬૨ દેસાઇ પાર્ક, મહિલા ઉં.વં.૩૫ જલારામ પાર્ક,
નડિયાદના વૃદ્ધનું કોરોનાથી મૃત્યુ
નડિયાદ શહેરમાં વૈશાલી સિનેમા પાછળ આવેલી એક સોસાયટીમાં રહેતા રાવજીભાઈ ડાહ્યાભાઈ પટેલ ઉં.વ. ૮૧નું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું છે. તેઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જેથી જિલ્લાનો કુલ કોરોના મૃત્યુ આંક ૬૧ પહોંચ્યો છે.
જિલ્લામાં અન્ય સ્થળે નોંધાયેલા કેસ
પુરૂષ ઉં.વ.૮૫ પુરોહિત સ્ટ્રીટ કલોલી, તા.ખેડા, પુરૂષ ઉં.વં. ૭૦ ભાવસાર વાડ, કઠલાલ, મહિલા ઉં.વં. ૪૧ મરીના મૂવાડા, કપડવંજ, પુરૂષ ઉં.વં.૪૫ પટેલ ખડકી બામરોલી, તા.વસો
No comments:
Post a Comment