રાધનપુર પાલિકામાં ખોટી સહીઓના આધારે 60 લાખ ચુકવાઈ ગયા - NEWS E HUB

Slider Widget

Friday 4 September 2020

રાધનપુર પાલિકામાં ખોટી સહીઓના આધારે 60 લાખ ચુકવાઈ ગયા

રાધનપુર પાલિકામાં ખોટી સહીઓના આધારે 60 લાખ ચુકવાઈ ગયા

રાધનપુર, તા.03 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

રાધનપુર નગરપાલિકામાં સફાઈની કામગીરી બાબતે એજન્સીને થયેલ ચુકવણાના બીલોમાં ઈન્ચાર્જ સેનેટરી ઈન્સ્પેક્ટરની ખોટી સહીઓ કરી લાખો રૃપિયાનું ચુકવણું બારોબાર કરવામાં  આવ્યાનું કર્મચારીને ધ્યાને આવતા ખોટી સહીઓ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવા સેનેટરી ઈન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી.

રાધનપુર નગરપાલિકામાં ટેક્ષ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રકાશપુરી બી. ગૌસ્વામીને કેટલાક સમયથી ચીફ ઓફિસર દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટરનો ચાર્જ આપવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા નગરમાં સફાીની કામગીરી બાબતે શ્રી ખોડીયાર  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીને નગરપાલિકા દ્વારા કામગીરી સોંપવામાં આવી હતી. આ એજન્સી દ્વારા સફાઈ કામગીરી બાબતના બીલો રજુ કરવામાં આવ્યા હતા અને બીલોના ચુકવણા બાબતે ચીફ ઓફીસર દ્વારા સેનેટરી ઈન્સ્પેક્ટરની સહી બીલોમાં કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ એજન્સી દ્વારા રજુ કરવામાં આવેલ બીલો મુજબ નગરમાં કોઈ જ કામગીરી થઈ ના હોવાના કારણે ઈન્ચાક્સેન્ટરી ઈન્સ્પેક્ટરે બીલોમાં સહી કરી ન હતી. જ્યારે ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર માંદગીને કારણે રજાઓ ઉપર હતા. તે દરમિયાન શ્રી ખોડીયાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બીલોની નોંધ પુશપ કરી ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રકાશપુરીની ખોટી સહીઓ કરીને એજન્સીને ચુકવણું કરવામાં આવ્યું હતું. જે બાબત ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર પ્રકાશપુરીને માલુમ પડતા પોતાની ખોટી સહીઓ કરીને બીલો રજુ કરનાર સામે યોગ્ય તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી હતી. જ્યારે નગરમાં સફાીની કામગીરી થયા વગર બારોબાર એજન્સીને ૬૦ લાખ જેટલી રકમનું ચુકવણુ થયાની જાણ થતા એજન્સીને થયેલ ચુકવણાના તમામ બીલોની નકલો સેનીટેશન ચેરમેન દ્વારા માંગવામાં આવી હતી. 

અમોને અંધારામાં રાખી બીલો ચુકવાયાઃ સેનેટરી ચેરમેન

નગરમાં સફાઈની કામગીરી બાબતે દોઢેક વર્ષ અગાઉ ટેન્ડરો પાડવામાં આવ્યા હતા. પરંતુ આવેલા ટેન્ડરો ખોલવામાં આવ્યા ના હતા છતાં શ્રી ખોડીયાર  ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીને ક્યારે કામગીરી આપવામાં આવી જેની કોઈને પણ ખબર નથી. આ એજન્સીએ કોઈ જ કામગીરી કરેલ નથી અને ૬૦ લાખનું ચુકવણું કરીને ચીફ ઓફિસર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સેનીટેશન ચેરમેન હરદાસભાઈ આહીરે જણાવ્યું હતું.

એજન્સીએ કામગીરી કર્યા વગર બીલો મુક્યા

નગરમાં સફાઈની કામગીરી બાબતે પાલિકા દ્વારા શ્રી ખોડીયાર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી. આ એજન્સી દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈની કામગીરી કર્યા બાબતના બીલો મુકવામાં આવ્યા હતા. પરંતુ બીલો પ્રમાણે  નગરમાં કોઈ જ કામગીરી થયેલ ના હોવાને કારણે ઈન્ચા. સેનેટરી ઈન્સ્પેક્ટર દ્વારા બીલોની નોંધમાં સહી કરી ન હતી.


No comments:

Post a Comment