બોટાદના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં કોઇ છુટછાટ મળશે નહીં - NEWS E HUB

Slider Widget

Friday 4 September 2020

બોટાદના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં કોઇ છુટછાટ મળશે નહીં


બોટાદના કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં કોઇ છુટછાટ મળશે નહીં

બોટાદ, તા.03 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર 

કોવિડ-૧૯ને વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે અને દિનપ્રતિદિન કેસોમાં વધારો નોંધાતો જાય છે. જ્યારે વખતો વખત પરિસ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર, રાજ્ય અને જિલ્લાકક્ષાએથી જાહેરનામા જારી થાય છે જે મુજબ બોટાદ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટે જરૂરી સુચના સાથે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા પણ જાહેરનામું બહાર પાડેલ છે તે અંતર્ગત બોટાદ જિલ્લા મેજિસ્ટ્રએ મળેલ સત્તાની રૂએ બોટાદ જિલ્લામાં જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. જાહેરનામામાં જણાવ્યા મુજબ ગૃહ વિભાગના તા.૦૧/૦૯ના જાહેરનામા અન્વયે બાબતો આ જાહેરનામાંમા જણાવ્યા સિવાયની બાબતો યથાવત રહેશે. જિલ્લામાં શાળા, કોલેજો, શૈક્ષણિક અને ર્બચબરૈહય સંસ્થાઓ તા.૩૦/૦૯/૨૦૨૦ સુધી બંધ રહેશે પરંતુ ઓનલાઈન તથા ડિસ્ટન્સ લનગ ચાલુ રાખી શકાશે,  તા.૩૧/૦૯ થી રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ૫૦% શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ માટે બોલાવી શકાશે.

તા.૨૧/૦૯/૨૦૨૦ થી આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવનાર  એસ.ઓ.પી. અનુસાર કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક ધોરણે શિક્ષકોના  માર્ગદર્શન અર્થે વાલીની લેખિત પૂર્વમંજૂરી મેળવી શાળાએ જઈ શકશે. સામાજિક, શૈક્ષણિક રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃ ત્તિઓ, ધામક/રાજકિય સમારોહ તા.૨૧/૦૯/૨૦૨૦ થી ૧૦૦ વ્યકિતોની મર્યાદામાં એકઠા થવાની છૂટ નિયમોને  આધિન સુવિધા સાથે આપવામાં આવે છે પરંતુ લગ્ન સમારોહમાં ૫૦ વ્યકિત જ્યારે અંતિમક્રિયા- અંતિમવિધિ માટે ૨૦ વ્યકિતઓની મર્યાદા તા.૨૦/૦૯ સુધી યથાવથ રહેશે. બોટાદ જિલ્લામાં વખતોવખતના  જાહેરનામા જાહેર કરવામાં આવતા કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારોમાં સંબંધિત જાહેરનામાઓમાં દર્શાવ્યા મુજબના નિયંત્રણો  અમલમાં રહેશે તેવા વિસ્તારોમાં કોઈ છૂટછાટ મળશે નહી. બોટાદ જિલ્લામાં જાહેર કરેલ/કરવામાં આવનાર કન્ટેઈનમેન્ટ/માઈક્રો  કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલ સેવા સવારે ૭ કલાકથી સાંજે ૭ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

કન્ટેઈનમેન્ટ / માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારમાં તમામ પ્રકારની આથક પ્રવૃત્તિઓ તમામ આથક  પ્રવૃત્તિઓ (કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પ્રતિબંધિત હોય તે સિવાયની) ચાલુ રાખી શકાશે. કામદારો, કર્મચારીઓ, દુકાન માલિકો કે જેનું મકાન કન્ટેઈનમેન્ટ-માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં આવેલ હોય તેવા  વ્યકિતઓને કન્ટેઈનમેન્ટ વિસ્તાર બહાર નિકળવાની પરવાનગી આપવામાં આવશે નહી. બાર્બર શોપ, હેર કટીંગ સલુન, બ્યુટી  પાર્લર ખાતે સામાજિક અંતરનું ચૂસ્તપણે પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે, ઉક્ત દુકાન ધારકોએ કોરોના સંક્રમણ  અટકાવવા સિંગલ યુઝ મટીરીયલ વાપરવાનું રહેશે. જાહેર સ્થળોએ અને કામકાજના સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ છે. તમામ જાહેર સ્થ ળોએ અને કામકાજના સ્થળોએ મોઢું ઢંકાય તેમ માસ્ક-કાપડ પહેરવું ફરજિયાત છે.

ભંગ કરનાર પાસેથી રૂ/.૧૦૦૦ દંડ વસૂલવામાં આવશે ઉક્ત  જોગવાઈઓના ભંગ બદલ ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી કમ મંત્રી, શહેરી વિસ્તારોમાં સંબંધીત ચીફ ઓફીસર અને સબંધિત કાર્યક્ષેત્રમાં હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના  પોલીસ અધિકારીને આ દંડ કરવાના અધિકારો રહેશે. અગાઉના હુકમ મુજબ તમામ દુકાનદારો, પેઢીઓએ, એકમોએ,  ઉદ્યોગોએ, સંસ્થાઓએ મુલાકત રજિસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં લાગુ પડશે તેમજ હુકમની અમલવારી તા.૩૦/૦૯ના ૨૪ કલાક સુધી કરવાની રહેશે.


No comments:

Post a Comment