આણંદ જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટયો એક સાથે 15 પોઝિટિવ કેસ નોંધાયા
આણંદ, તા.3 સપ્ટેમ્બર 2020, ગુરુવાર
આણંદ જિલ્લામાં ત્રણ દિવસ કોરોનાનો પ્રકોપ ઘટયા બાદ આજે કોરોના વિસ્ફોટ થતાં એક સાથે કુલ ૧પ પોઝિટિવ કેસ મળી આવતાં ભારે ખળભળાટી મચી જવા પામી છે. આજે જિલ્લાનાં આણંદ તાલુકામાંથી ૮, બોરસદ તાલુકામાંથી ૩, પેટલાદ તાલુકામાંથી ર અને ખંભાત તથા ઉમરેઠ તાલુકામાંથી એક-એક પોઝિટિવ કેસ મળી આવતાં આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતાં જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે.
ગત રવિવારના રોજ આણંદ જિલ્લામાં કોરોનાના ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા બાદ છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનું સંક્રમણ ઘટવા પામ્યું હતું. સોમવારે બે અને મંગળવારે ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઈકાલે છ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જો કે આજે અચાનક જિલ્લામાં કોરોના બોમ્બ ફૂટતાં જિલ્લામાં આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત અને ઉમરેઠમાંથી મળી કુલ ૧પ પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે.
આણંદ શહેર તેમજ આસપાસનાં વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આણંદ શહેર જિલ્લાના બોરસદ, પેટલાદ, ખંભાત અને ઉમરેઠ તાલુકામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અને નવા નવા વિસ્તારોમાંથી કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે.
આજે નોંધાયેલ ૧પ દર્દીઓ પૈકી પેટલાદના વિરોલ, કરસમદના સરદાર નગર અને આણંદની અલ વાહિદ સોસાયટીના દર્દીઆ ઓક્સિજન ઉપર જ્યારે અન્ય તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આણંદ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૭૭૦ ઉપર પહોંચ્યો છે.
No comments:
Post a Comment