રાજકોટમાં કોરોનાને કંટ્રોલ કરવા અન્ય જિલ્લામાંથી તબીબોને તેડાવ્યા
રાજકોટ, તા. 4 સપ્ટેમ્બર, 2020, ગુરૂવાર
રાજકોટમાં કોરોનાએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ છેં પોઝીટીવ દર્દીની સંખ્યા ૩પ૦૦ સુધી પહોંચી રહી છે. ગઈકાલે એક જ દિવસમાં ૩ર દર્દીના મોત થતા સ્થાનિક આરોગ્ય તંત્ર કોરોના સામેની લડાઈમાં વામણું પુરુવાર થઈ રહયુ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે તબીબો અને નર્સિંગ સ્ટાફની અછત ઉભી થતા આરોગ્ય વિભાગે અન્ય જિલ્લાઓમાંથી આશરે ૩૦ જેટલા તબીબોને રાજકોટ ખાતે ડેપ્યુટ કરવાનો હુકમ કર્યો છે.
રાજકોટની સિવિલની કોરોના હોસ્પિટલમાં પ૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે આ ઉપરાંત અન્ય ત્રણ કોવિદ કેર સેન્ટરમાં ત્રણસો જેટલા દર્દીઓ સારવાર લઈ રહયા છે. રાજકોટમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સામે તબીબી સ્ટાફની ખેંચ ઉભી થઈ રહી છે. રાજયનાં આરોગ્ય સચિવ ર્ડો. જયંતી રવિએ નિષ્ણાંત તબીબો સાથે હાલ રાજકોટ ખાતે મુકામ કર્યો હોય તેમની સમક્ષ સિવિલ હોસ્પિટલનાં સતાધિશોએ તબીબો અને સ્ટાફની કમીનાં મૂદે રજુઆત કરી હતી.
આ રજુઆત બાદ તરત જ આરોગ્ય વિભાગે રાજયનાં અન્ય જિલ્લાઓમાંથી આશરે ૩૦ તબીબોને રાજકોટ ખાતે કોવિદ હોસ્પિટલમાં ડયુટી માટે ઓર્ડરો કર્યા હતા તેમાં ચાર જેટલા ચીફ ડિસ્ટ્રિકટ હેલ્થ ઓફિસર ( સીડીએચઓ ) કક્ષાનાં છે. રાજકોટમાં કોરોનાની સારવાર માટે બહારથી બોલાવવામાં આવેલા તબીબોમાં મોટાભાગનાં દક્ષિણ ગુજરાતમાંથી આવી રહયા છે જયાં કોરોના કંટ્રોલમાં છે.
No comments:
Post a Comment