આણંદ જિલ્લામાં ફરી વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા - NEWS E HUB

Slider Widget

Friday 4 September 2020

આણંદ જિલ્લામાં ફરી વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા


આણંદ જિલ્લામાં ફરી વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા

આણંદ, તા.3 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

લગભગ ત્રણ દિવસના વિરામ બાદ આજે બપોરનાં સુમારે આણંદ જિલ્લામાં મેઘરાજાનું પુન:આગમન થતાં આણંદ શહેર સહિત જિલ્લાના વિવિધ ઠેકાણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આગામી બે દિવસ દરમ્યાન જીલ્લામાં વરસાદી ઝાંપટાં વરસવાનું ચાલુ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ લોપ્રેશર સિસ્ટમ નબળી પડતાં છેલ્લાં ત્રણ દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. ભેજવાળા વાતાવરણને લઈ જિલ્લાવાસીઓએ ઉકળાટ અનુભવ્ય હતો. જો કે આજે બપોરના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડીંબાંગ વાદળો છવાઈ ગયા હતાં અને ઠેર-ઠેર હળવાંથી મધ્યમ વરસાદી ઝાંપટા વરસ્યા હતા.

આણંદ શહેરમાં આજે ભરબપોરના સુમારે અચાનક વરસાદનું આગમન થયું હતું. અચનાક મેઘરાજાની પધરામણી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે અચાનક વરસાદનું આગમન થતાં લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. જિલ્લાના વિવિધ તાલુકામથકો મા પણ વરસાદી ઝાંપટા વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.


No comments:

Post a Comment