શિક્ષકોને ઈન્સેન્ટિવ ચુકવવા 275 કરોડની કેશફલો મેળવવા દરખાસ્ત - NEWS E HUB

Slider Widget

Saturday, 5 September 2020

શિક્ષકોને ઈન્સેન્ટિવ ચુકવવા 275 કરોડની કેશફલો મેળવવા દરખાસ્ત


અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

મ્યુનિ.હસ્તકના સ્કૂલબોર્ડનો મોટો છબરડો બહાર આવવા પામ્યો છે.શહેરીજનોમાં કોરોના મહામારી સામે જાગૃતિ કેળવાય એ હેતુથી સ્કૂલબોર્ડની શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવનારા તમામ શિક્ષકોને સેતુ એપ ડાઉનલોડ કરાવાથી લઈ કોવિડ સંબંધિત કામગીરી કરવા માટે માનદભથ્થા તરીકે ઈન્સેન્ટીવ ચુકવવા માટે આઠ સપ્ટેમ્બરના રોજ મળનારી સ્કૂલબોર્ડની સામાન્ય બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પાસેથી આ ખર્ચ નોન ગ્રાંટેબલ હોઈ રૂપિયા 275 કરોડની કેશફલો ફાળવી આપવાની મંજુરી માંગતી એક દરખાસ્ત એજન્ડા ઉપર શાસનાધિકારી દ્વારા રજુ કરવામાં આવી છે.રૂપિયા 2.75 કરોડના બદલે એજન્ડામાં રૂપિયા 275 કરોડ છપાઈ જાય તેમછતાં એજન્ડા પ્રસિધ્ધ કરતા અગાઉ શાસનાધિકારી દ્વારા વાંચવામાં આવ્યો હશે કે કેમ? એવી ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને શહેરીજનોને કોરોના સંક્રમણની સ્થિતિમાં સેતુ આરોગ્ય એપ ડાઉનલોડ કરાવવા સહીતની લોકોમાં કોરોના અંગે જાગૃતિ કેળવાય એ માટે પત્રિકા વિતરણ સહીતની કામગીરી સોંપવામાં આવી હતી.

8 સપ્ટેમ્બરના રોજ પાલડી ખાતે આવેલા સ્કાઉટભવન ખાતે મ્યુનિ.સ્કૂલબોર્ડની સામાન્ય બેઠક મળવાની છે.આ અગાઉ જારી કરવામાં આવેલા એજન્ડામાં શાસનાધિકારી લગધીર દેસાઈ દ્વારા શિક્ષકોને સોંપવામાં આવેલી આ કામગીરી માટે ઈન્સેન્ટીવ ચુકવવા મ્યુનિ.કમિશનર પાસેથી વધારાની રૂપિયા 275 કરોડની કેશફલો માંગવાની બોર્ડ પાસે મંજુરી માંગતી દરખાસ્ત મંજુરી માટે મુકી છે.

દરખાસ્તમાં શાસનાધિકારીએ 14 ઓગસ્ટ-2020ના રોજ મ્યુ.કમિશનરે આપેલી મંજુરીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે,શિક્ષકો પાસેથી કરાવવામાં આવેલી કોવિડની કામગીરી એ નોનગ્રાંટેબલ હેડ હેઠળ આવતી હોવાથી મ્યુનિ.કમિશનર તાકીદે વધારાના કેશફલો તરીકે રૂપિયા 275 કરોડ ફાળવી આપે એ બાબતમાં બોર્ડ પાસે મંજુરી માંગવામાં આવી છે.મ્યુનિ.શાળાઓમાં 3500 જેટલા શિક્ષકો હાલ ફરજ બજાવે છે.

આ તમામને ઈન્સેટીવ આપવાનું થાય તો પણ રૂપિયા 275 કરોડ તો ન જ થાય.આમ છતાં રૂપિયા 2.75 કરોડને બદલે બેઠકના એજન્ડામાં રકમ સીધી રૂપિયા 275 કરોડ છપાઈ જાય છે તેવા સમયે એજન્ડા પ્રસિધ્ધ કરતા અગાઉ શાસનાધિકારીએ એજન્ડા વાંચ્યા વગર જ સહી કરી નાંખી હશે?એવી ચર્ચા સભ્યોમાં ચાલી રહી છે.


No comments:

Post a Comment