(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
ગાંધીનગરમાં નવા સચિવાલયમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. તેતી જ ગાંધીનગર મહાનગર પાલિકાના સત્તાવાળાઓએ તમામ બ્લોકના કર્મચારીઓનું રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.
આ રીતે ગૃહ વિભાગના કર્મચારીઓનું સ્કેનિંગ ચાલતુ ંહતું ત્યારે ત્રમ કર્મચારીઓને કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કોરોના પોઝિટિવ કેસ આવતા ત્રણેય કર્મચારીઓને તત્કાળ રજા પર ઉતરી જવાની સૂચના આપી દેવામાં આવી હતી. તેમ જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર મહાનગર પાલિકાના સૂત્રોનું કહેવું છે કે તેમની 12 ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ ટીમના સભ્યોએ 2000 જેટલા કર્મચારીઓનું સ્કેનિંગ કરી લી ધું છે. સ્કેનિંગની કામગીરી આગામી 13મી સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સચિવાલયના તમામ સ્ટાફનું સ્કેનિંગ આ ગાળામાં પૂરૂં કરી દેવાનું નક્કી કરાયું છે.
No comments:
Post a Comment