કોરોના દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીને પડકારતી રિટનો નિકાલ - NEWS E HUB

Slider Widget

Saturday 5 September 2020

કોરોના દર્દીઓની ડિસ્ચાર્જ પોલિસીને પડકારતી રિટનો નિકાલ


અમદાવાદ, તા. 4 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આજે કોરોના અંગે હાથ ધરાયલેલા સુઓમોટોની સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં કોરોના દર્દીઓના ડિસ્ચાર્જની પોલિસીને પડકારતી રિટનો કોર્ટે નિકાલ કર્યો છે અને નોંધ્યું છે કે આઇ.સી.એમ.આર. (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ની ગાઇડલાઇન અનુસાર દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવે છે.

સુઓમોટોની સુનાવણીમાં આજે ડિસ્ચાર્જ પોલિસીને પડકારતી રિટમાં હાઇકોર્ટે નોંધ્યું હતું કે આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે જ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવે છે તેમજ રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ વધારો થયો છે, તેથી રિટનો હેતુ પરિપૂર્ણ થાય છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ અંગે તૈયાર કરેલી પાંચ વરિષ્ઠ આઇ.એ.એસ. અધિકારીઓની ટીમ અંગે અહેવાલ આપ્યો હતો.

રાજ્ય સરકારની રજૂઆત હતી કે આ ટીમમાં સોનલ મિશ્રા, વિનોદ રાવ, એમ. થેન્નારસન, મિલિંદ તોરવણે અને સંદીપ કુમારનો સમાવેશ થાય છે. આ ટીમના કન્વીનર અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર અને સહ કન્વીનર  પ્રિન્સિપાલ સેક્રેટરી જયંતી રવિ છે. આ ટીમ રાજ્યની વિવિધ સિવિલ અને સહકારી હોસ્પિટલોની મુલાકાત લેશે અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અને પરિસ્થિતિનો તાગ મેળવી અહેવાલ આપશે. 

અમદાવાદ મ્યુ નિલિપલ કોર્પોરેશને રાજસ્થાન હોસ્પિટલ અંગે જવાબ રજૂ કર્યો હતો કે હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મૃત્યુના કિસ્સામાં હોસ્પિટલને રૂપિયા 77 લાખનો દંડ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશને દંડનો આદેશ હોસ્પિટલનો પક્ષ સાંભળ્યા વિના આપ્યો હોવાની રજૂઆત સાથે રાજસ્થાન હોસ્પિટલે પણ હાઇકોર્ટમાં રિટ કરી છે.


No comments:

Post a Comment