- ઈકોના સાઇલેન્સરમાં કિંમતી ધાતુ નિકળતી હોવાથી નિશાન બનાવતા હતા
આણંદ, તા. 2 સપ્ટેમ્બર 2020, બુધવાર
આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસના હાથ ઝડપાયેલ ધોળકાની ગેંગે આણંદ તથા ખેડા જિલ્લામાં ૩૮ જેટલી ઈકો કારના સાયલેન્સરોની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. ઈકો કારના સાયલેન્સરમાં કિંમતી ધાતુની જાળીનો ઉપયોગ થતો હોઈ આ ગેંગ ખાસ ઈકો કારને જ નિશાન બનાવી સાયલેન્સરની ચોરી કરી ભરૂચના બે શખ્સોને વેચતી હોવાનું જાણવા મળતાં પોલીસે તે બે શખ્સોએ પણ દબોચી લઈ સમગ્ર રેકેટમાં સંડોવાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
છેલ્લા વીસેક દિવસ દરમ્યાન આણંદ જિલ્લાના અલગ-અલગ સ્થળોએથી ઈકો કારના સાયલેન્સરોની ચોરી થઈ હોવાના ગુના પ્રકાશાં આવતાં આણંદ એલ.સી.બી. પોલીસે ગતરોજ બોરસદની નિસરાયા ચોકડી નજીકથી સાયલેન્સર ચોરી કરતી ધોળકાની રૂપાલ ગેંગના પાંચ સભ્યોને વૈભવી ફોર્ચ્યુનર કાર તથા પાના-પક્કડ સહિતા માલસામાન સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન પોલીસની તપાસમાં આ ગેંગે આણંદ તથા ખેડા જિલ્લામાં કુલ ૩૮ જેટલી ઈકો કારને નિશાન બનાવી સાયલેન્સરોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આ ેગેંગે આણંદ જિલ્લાના પેટલાદ, પંડોળી, નાર, કાવીઠા, વિરસદ, પોપટપુરા, તારાપુર, બોરસદ, રૂંદેલ, મોગરી, વિદ્યાનગર, સંદેશર, કરમસદ, સોજીત્રા, ઝારોલા, આણંદ તેમજ ખેડા જિલ્લાના વસો અને અલારસા ગામે ચોરીને અંજામ આપ્યો હોવાની વિગત પ્રકાશમાં આવી છે.
દરમ્યાન પોલીસે વધુ તપાસ હાથ ધરતાં આ ગેંગ સાયલેન્સરમાંથી કિંમતી ધાતુ કાઢી ભરૂચ ખાતે રહેતા સુનીલ નટવરભાઈ દેવીપૂજક અને મોતીભાઈ બબાભાઈ દેવીપૂજકને વેચતા હોવાનું જાણવા મળતાં પોલીસે આ બન્ને શખ્સોને પણ બોરસદ ખાતેથી ઝડપી પાડી અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સાઈલેન્સરમાંથી નિકળતી ધાતુ રૂપિયા ૧૦ હજારમાં વેચી દેવામાં આવતી હતી
વાહનોના સાયલેન્સરોમાં કેટાલિક કન્વર્ટર આવે છે અને પ્રદુષણ ન ફેલાય તે માટે આ કન્વર્ટરમાં કિંમતી ઘાતુ ધરાવતી જાળી હોય છે. જેને માટી કહેવામાં આવે છે. કિંમતી ધાતુઓનું મિશ્રણ ધરાવતી સૌથી મોટી જાળી ઈકો કારના સાયલેન્સરમાં આવતી હોવાથી આ ગેંગ ખાસ કરીને ઈકો કારને જ નિશાન બનાવતી હતી અને બાદમાં તેને રૂ. ૧૦થી ૧૧ હજારના ભાવે વેચી દેતા હોવાની માહિતી પોલીસસૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે.
ભરૂચના શખ્સો કમિશન લઈ કિંમતી ધાતુ હારિજના શખ્સને વેચી દેતા હતા
ઈકો કારના સાયલેન્સરો ચોરી કરી તેમાંથી માટી કાઢી ભરૂચના બે શખ્સોને વેચવમાં આવતું હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે ત્યારે આ રેકેટમાં અન્ય કેટલાકની સંડોવણી હોવાનુ ંપણ જાણવા મળ્યું છે. ભરૂચના બન્ને શક્સો ચોરીની માટી લઈ આગળ પાટણના હારીજ ખાતે રહેતા દિનેશ નામના શખ્સને પોતાનું કમિશન રાખી વેચતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
No comments:
Post a Comment