અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 તમંચા અને જીવતા કારતુસ સાથે 4 શખસો ઝડપાયા - NEWS E HUB

Slider Widget

Friday, 4 September 2020

અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 તમંચા અને જીવતા કારતુસ સાથે 4 શખસો ઝડપાયા

અમીરગઢ ચેકપોસ્ટ પરથી 4 તમંચા અને જીવતા કારતુસ સાથે 4 શખસો ઝડપાયા

અમીરગઢ, તા. 03 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

અમીરગઢ ખાતે આવેલ સરહદી વિસ્તાર ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પર તમંચા અને જીવતા કારતુસ સાથે ઉત્તરપ્રદેશના ચાર ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે.

બનાસકાંઠાના અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તાર ધરાવતી અતિ સંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી દેશી તમંચા અને કારતુસ ગુજરાતમાં લઈ જતા ચાર ઈસમોની અટકાયત કરવામાં આવેલ છે. અમીરગઢ ચેકપોસ્ટ પર રાબેતા મુજબ રૃટીંગ ચેકીંગ ચાલી રહ્યુ ંહતું તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી યુપી પાસિંગની કાર ઉપર ફરજ પરના પોલીસ કર્મીોને શક જતા તેને રોકાવેલ હતી. કારમાં સવાર ચાર ઈસમોની પુછપરછ બાદ કારને ચકાસતા તેમાં પાછળની ડીકીમાં ચાર દેશી બનાવટના તમંચા અને ૧૬ જીવતા કારતુસો હતા. આથી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા ચારેય ઈસમોને અમીરગઢ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. તમંચા સાથે પકડાયેલ ઈસમોની પોલીસ પુછપરછમાં જણાવેલ હતું કે તેઓ ઉત્તરપ્રદેશના બુલંદ જિલ્લાથી આવે છે અને ગુજરાતના અમદાવાદમાં જઈ રહ્યા છે. પરંતુ હથિયારો ક્યાં અને કોના માટે લઈ જઈ રહ્યા છે તેવું જણાવેલ ન હતું. આથી અમીરગઢ પોલીસ દ્વારા ગુનો નોંધી પકડાયેલ ચાર તમંચાની કિંમત રૃપિયા ૨૦,૦૦૦ અને ૧૬ કારતુસની કિંમત રૃપિયા ૧૬૦૦ને સીલ કરી ચારેય ઈસમોની આગળની પુછપરછ આરંભેલ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવેલા હતા તે દરમિયાન અમીરગઢ પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થયેલ છે.

પકડાયેલ ઈસમો

વિનોદ જશવંતસિંહ ઝાટ, પ્રમોદસિંહ ધીરજસિંહ ઝાટ, બંને રહે. નિમ્બખેડા, જિલ્લો  બુલંદ, ઉત્તરપ્રદેશ, ઈશ્વર રાજેન્દ્રપ્રસાદ શર્મા, રહે. જામખેડા, જિલ્લો બુલંદ, ઉત્તરપ્રદેશ, આદેનબી કૃતિયાબ કલવા મુસલમાન રહે. આથમાબાદ, ઉત્તરપ્રદેશ.


No comments:

Post a Comment