પેલેડીયમ મોલ, નર્મદા સાઈટ પરથી 42 પોઝિટિવ કેસ મળ્યાં
અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
શહેરમાં મંગળવારે વધુ સોળ સ્થળને કોરોના સંક્રમણની સ્થિતિને જોતા નિયંત્રિત સ્થળમાં મુકવામાં આવ્યા છે.બોડકદેવ વોર્ડમાં આવેલી આઈટીસી કનસ્ટ્રકશન સાઈટ પર 150ના ટેસ્ટ કરવામાં આવતા 12 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા પેલેડીયમ મોલમાં 175 લોકોના ટેસ્ટ કરાતા 30 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે.આમ ઉત્તર-પશ્ચિમ ઝોનના બે સ્થળોએથી એક જ દિવસમાં 42 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મંગળવારે શાહેઆલમ સોસાયટી,દાણીલીમડા,રામબાગમાં આવેલા નિર્મલા એપાર્ટમેન્ટ,ઈન્દ્રપુરીના દેવેન્દ્રપાર્કના સંક્રમિત વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. ઉત્તરઝોનમાં ક્રીષ્ના એવન્યુ,સરદારનગરમાં ઈન્દ્રનગર સોસાયટીના સંક્રમિત વિસ્તારનો સમાવેશ કરાયો છે.બોપલમાં કવિશા સેલિબ્રેશનના ઈ-બ્લોકને,ખોખરામાં આવેલા પરીસ્કરના એ અને બી બ્લોકને નિયંત્રિત વિસ્તારમાં મુકાયા છે.
ઓઢવના આગમન પાર્કના 217 મકાનના 1170 લોકોને માઈક્રોકન્ટેઈન્ટ કરાયા છે.ચાંદખેડાના નંદનવન એપાર્ટમેન્ટ,શાહીબાગના શિલાલેખ એપાર્ટમેન્ટ ઉપરાંત પાલડીના શીતલબાગ એપાર્ટમેન્ટના સંક્રમિત સ્થળને નિયંત્રણ હેઠળ મુકવામાં આવ્યા છે. ચાંદલોડિયામાં આવેલા શ્રી અક્ષત આંગન એપાર્ટમેન્ટના આખા ઈ-બ્લોક ઉપરાંત એફ બ્લોકના અને જી બ્લોકના ત્રણ-ત્રણ માળ માઈક્રોકન્ટેઈન્ટ કરાયા છે.
ચાંદલોડિયાના સાયોના શિખર ઉપરાંત બોડકદેવ વોર્ડમાં આવેલી ખાનગી કચેરી આઈટીસી નર્મદા કન્સ્ટ્રકશન સાઈટ ખાતે 150 લોકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા 12 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.ઉત્તર-પશ્ચિમમાં આવેલા પેલેડીયમ મોલમાં 150 લોકોના રેપિડ ટેસ્ટ કરાતા 30 પોઝિટિવ કેસ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં એક જ દિવસમાં બે સ્થળેથી 42 કોરોના પોઝિટિવ કેસ મળી આવતા માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ મુકાયા છે.
અંબુજા હાઉસના 22 કર્મચારી પોઝિટિવ
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ યુનિટોમાં કોરોના સંક્રમણ શોધવા મ્યુનિ.દ્વારા શરૂ કરવામાં આવેલી કવાયત દરમિયાન અંબુજા હાઉસમાં કામ કરતા 22 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.મળતી માહીતી મુજબ,શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સિંધુભવન રોડ પર આવેલા અંબુજા હાઉસમાં મ્યુનિ.દ્વારા ફરજ બજાવતા 132 કર્મચારીઓના રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.આ ટેસ્ટ દરમિયાન 22 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યુ હતુ.આ તમામને નજીકના કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
No comments:
Post a Comment