હવે માત્ર બે મંત્રીઓ કમલમ્ જઇ કાર્યકરોની રજૂઆતો સાંભળશે ! - NEWS E HUB

Slider Widget

Wednesday, 2 September 2020

હવે માત્ર બે મંત્રીઓ કમલમ્ જઇ કાર્યકરોની રજૂઆતો સાંભળશે !



હવે માત્ર બે મંત્રીઓ કમલમ્ જઇ કાર્યકરોની રજૂઆતો સાંભળશે !

અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

નારાજ કાર્યકરોને ખુશ કરવા મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કરાયો હતો પણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આ આદેશની લોકોમાં નકારાત્મક છાપ ઉપસી હતી. એટલુ જ નહીં, સિનિયર મંત્રીઓ પણ આ નિર્ણયથી અંદરખાને નારાજ હતાં. આખરે આ નિર્ણયમાં બદલવો પડયો હતો.

હવે માત્ર બે મંત્રીઓને કમલમમાં આવીને કાર્યકરોના પ્રશ્નો સાંભળવા જવાબદારી અપાઇ છે. બધાય મંત્રીઓને કમલમમાં આવવાની વાત પર અત્યારે રોક લગાવાઇ છે. ગુજરાતમાં ભાજપમાં જૂથવાદ વકર્યો છે. એટલુ જ નહીં, રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચે પણ તાલમેલ નથી તે જગજાહેર છે.  આ સંજોગોમાં ખુદ કાર્યકરો ફરિયાદ કરતાં થયાછેકે, મંત્રીઓ સાંભળતા નથી.કાર્યકરોના પ્રશ્ન ઉકેલવામાં મંત્રીઓને રસ નથી.

આ નારાજ કાર્યકરોને રાજી કરવાના ઉત્સાહમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મંત્રીઓને આદેશ કરીને કમલમમાં બેસવા ફરમાન કર્યુ હતું. બધાય વિભાગના મંત્રીઓને કમલમમાં આવવા આદેશ કરાયો હતો. ત્યારે આમ જનતામાં એવો નકારાત્મક સંદેશો પહોંચ્યો હતોકે, ભાજપના કાર્યકરોની વાત સાંભળવા મંત્રીઓ કમલમમાં જશે તો સચિવાલયમાં સામાન્ય લોકોને મંત્રીઓ કયારે મળશે.

કોંગ્રેસે પણ આ વાતનો વિરોધ કર્યો હતોકે,મંત્રી ભાજપના નહી,ગુજરાતની જનતાના છે. મંત્રી ભાજપના કાર્યકરોને જ નહી ,આમ જનતાને ય મળતા નથી. કોરોનાના બહાને અત્યારે તો મુલાકાતીઓને સચિવાલયના દરવાજા બંધ છે ત્યારે કમલમમાં દરવાજા  ખુલ્લા મૂકાયા છે. આ વિવાદ વકરતાં ભાજપે આ નિર્ણયને ફેરવવા મજબૂર થવુ પડયુ હતું.

હવે એવુ નક્કી કરાયુ છેકે,દર સપ્તાહના સોમવાર અને મંગળવારે માત્ર બે મંત્રીઓ કમલમ જશે અને કાર્યકરોને સાંભળશે. અત્યારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. આ બને મંત્રીઓ કાર્યકરોના પ્રશ્નો સાંભળીને જે તે વિભાગને મોકલી આપશે.  આમ,હાલ તો અન્ય મંત્રીઓને કમલમ પર નહી જવા આદેશ અપાયો છે.

આજે  કમલમ્માં  હારેલા ઉમેદવારો સાથે પાટીલની બેઠક

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો લક્ષ્યાંક છેકે,આગામી 2022માં ગુજરાતમાં ભાજપ 182 બેઠકો જીતે. આ લક્ષ્યાંક સાથે પાટીલે ્અત્યારથી તૈયારીઓ કરી છે. પહેલીવાર કમલમમાં વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને આમંત્રિત કરાયાં છે. મતદારોએ જેમને ઘેર બેસાડયાં છે તેવા ઉમેદવારો સાથે આજે પાટીલ બેઠક કરી હારનુ પોસ્ટમોર્ટમ કરશે. અલ્પેશ ઠાકોર,શંકર ચૌધરી , જગરૂપસિંહ રાજપૂત,રમણલાલ વોરા,ભૂષણ ભટ્ટ , આત્મારામ પરમાર  સહિત 30 પૂર્વ ધારાસભ્યોને બોલાવાયા છે. ગત પેટાચૂંટણીમાં ય કોંગ્રેસના પક્ષપલટુઓએ હારનો સામનો કરવો પડયો હતો. આ જોતાં પાટીલ એ વાત જાણવા માંગે છેકે, મતદારો જ ભાજપના ઉમેદવારોને હરાવ્યા હતાં કે,પછી પક્ષના ગદ્દારોના કારણે ભાજપે હારનો સામવો કરવો પડયો હતો.


No comments:

Post a Comment