કચ્છમાં કોરોનામાં પ્રથમ વખત જ પ્લાઝમા થેરાપીનો સફળ ઉપયોગ - NEWS E HUB

Slider Widget

Thursday, 3 September 2020

કચ્છમાં કોરોનામાં પ્રથમ વખત જ પ્લાઝમા થેરાપીનો સફળ ઉપયોગ


કચ્છમાં કોરોનામાં પ્રથમ વખત જ પ્લાઝમા થેરાપીનો સફળ ઉપયોગ

ભુજ, બુાધવાર 

ભુજની જનરલ હોસ્પિટલમાં શરૃ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલ અંતર્ગત કોરોનાના દર્દીઓને અપાતી સારવાર દરમિયાન એક જટિલ કોરોનાગ્રસ્ત દર્દીને કોન્વેલેશન્ટ પ્લાઝમા આપી કચ્છમાં પ્રાથમવખત કોરોનાની સારવારમાં સફળતા પ્રાપ્ત કરી નવું સીમાચિહ્ન સૃથાપિત કર્યું હતું.

કોવિડ કોન્વેલેશન્ટ પ્લાઝમા એટલે કોઈપણ વ્યક્તિ કે જેને કોવિડ-૧૯નો ચેપ લાગેલો હોય અને સાજા થયા પછી જેનામાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ હોય એ વ્યકિતના લોહીને કોન્વેલેશન્ટ પ્લાઝમાં કહેવાય છે. હોસ્પિટલના ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાંથી પ્લાઝમાની જરૃરી વ્યવસૃથા કરી દર્દીને પ્લાઝમાં આપતા સફળતા પ્રાપ્ત થઈ હતી. તબીબે કહ્યું હતું કે, આ પ્રકારના પ્લાઝમા માટે દાતાને શોધી પ્રોત્સાહન આપવા ઉપરાંત અન્ય બ્લડગુ્રપ જેવી ટેકનિકલ પ્રક્રિયા પુરી કરી આ પ્લાઝમા આપવાની સારવાર થઈ શકી છે.  નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોરોનાના દર્દીેને કે જેમને વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૃર હોય અને ન્યુમોનિયા થયો હોય સારવાર માટે આપવામાં આવતી અદ્યતન પધૃધતિ છે. જે વ્યક્તિને એક વખત કોરોના પોઝિટિવ આવ્યા પછી સંપુર્ણ સાજા થયા બાદ ચાર મહિના સુાધી દર ૧૫ દિવસે એક વખત એફેરેસીસ પધૃધતિાથી પ્લાઝમાનું દાન કરી કોરોનાના દર્દીની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વાધારો કરવા મદદરૃપ થાય છે. ભુજમાં એક ૪૫ વર્ષીય દર્દીને કોરોનાની અસર જણાતા તેમજ દર્દીને અન્ય ગંભીર રોગ હોવાના કારણે દાખલ કરાયો હતો. સિૃથત નાજુક હોવાથી સિૃથતિને ધ્યાનમાં લઈને પ્લાઝમા મેળવવાની કોશિશ કરતા તે કારગર નીવડી હતી અને દર્દીને પ્લાઝમાં આપી આશાનો સંચાર કર્યો હતો. 

સાજા થયેલા દર્દીઓને પ્લાઝમાનું દાન કરવા અનુરોધ

કચ્છમાં અત્યારસુાધી ૪ માસમાં કોરોના ગ્રસ્ત દર્દીઓએ સારવાર પ્રાપ્ત કરી અને સાજા થયા હોય તેઓએ અત્યારે સારવાર લેતા દર્દીઓને મદદરૃપ થવા તેમનો પ્લાઝમા દાન કરવા જી.કે જનરલ હોસ્પિટલના સત્તાધીશોએ અનુરોધ કર્યો છે. પ્લાઝમાં આપવાની ઈચ્છા ધરાવતા અને ૫૫ વર્ષની વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓએ હોસ્પિટલની બ્લડબેંકનો સંપર્ક કરવા અપિલ કરાઈ છે.


No comments:

Post a Comment