કચ્છમાં 'કોરોના ટેસ્ટીંગ'ના રિપોર્ટ સમયસર આપવામાં તંત્ર બેદરકાર
ભુજ,બુાધવાર
છેલ્લા ૧ માસાથી કચ્છમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટા પાયે ઉછાળો આવેલ છે. કચ્છમાં ૧૩૩૧ જેટલા દર્દીઓ મંગળવારે નોંધાયા હતા. તેમાંથી ઓગસ્ટ માસમાં જ અંદાજીત ૭૦૦ કેસ નોંધાયેલા છે. હરીઓમ, આદિપુર, એલાયન્સ મુંદરા અને અદાણી ભુજમાં હાલે એક પણ બેડ નાથી. ત્યારે, પૂર્વ કચ્છના ભચાઉ-રાપર માટે સ્પેશ્યલ કોવીડ હોસ્પીટલ ભચાઉમાં તાત્કાલીક શરૃ કરવી જોઈએ. અત્યાર સુાધીમાં કચ્છમાં ૪૪ લોકોના ઓન રેકર્ડ મોત નિપજયા છે. જયારે ઓફ ધ રેકર્ડનો આંકડો ખુબ મોટો છે.
હાલે કચ્છમાં જે ટેસ્ટ થવા જોઈએ તે થતા નાથી. સીએચસીના જ લેબ ટેકનીશીયનને ટેસ્ટ કરવાના થાય છે. તેને સૃથાનિક હોસ્પીટલની રેગ્યુલર ઓપીડીના ટેસ્ટ કર્યા પછી માત્ર એક કલાક જ ટેસ્ટ કરે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારની પણ આવી જ હાલત છે. તાત્કાલીક અસરાથી રેપીડ ટેસ્ટ માટે પ્રાઈવેટ લેબોરેટરીને ટેસ્ટ ભાવે બાંધીને છુટ આપવી જોઈએ જેાથી તાત્કાલીક સારવાર કરી શકાય.
હાલે કચ્છમાં સરકારી તંત્ર આરોગ્ય તંત્ર સુષુપ્ત અવસૃથામાં ચાલે છે. લોકો જાતે ટેસ્ટ કરાવા જાય છે. તો પણ ટેસ્ટ થતા નાથી. ભચાઉ તાલુકાના વોંધ ગામના રહેવાસી લક્ષ્મીબેન કરશનભાઈ ગોઠી શ્વાસ ઓકિસજન લેવલ ૮૫ ટકા હોવા છતા ટેસ્ટ કરાવા અદાણીમાં ગયેલ પરંતુ ટેસ્ટ કરી અમારી પાસે વેન્ટીલેટર તાથા અન્ય સગવડ અપુરતી હોઈ ઘરે મુકેલ હતા. ત્યાંથી ભચાઉ દવાખાને અને ત્યાંથી રામબાગ હોસ્પીટલ ગાંધીધામ ખાતે આરોગ્યની પુરતી સુવિાધા ન મળતા તંત્રના વાંકે અવસાન પામેલ. ટેસ્ટ રિપોર્ટ પણ સમયસર મળતા નાથી.દર્દીઓ માટે જીવનું જોખમ રહે છે. લક્ષણો હોવા છતા રિપોર્ટ ન આવે ત્યાં સુાધી હોસ્પીટલમાં રાખવાના બદલે ઘરે મોકલી દેવામાં આવે છે.
હાલે જે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવે તેને હોમ કવોરન્ટાઈનની સલાહ આપવામાં આવે છે પરંતુ આ અગાઉ જે રીતે કોરોના પોઝીટીવ દર્દીની આખી શેરીને કવોરન્ટાઈન કરવામાં આવતી દર્દીનું રેગ્યુલર ચેકઅપ કરવામાં આવતુ, પોલીસ તંત્રની હાજરી હતી જે હાલે બંધ કરવામાં આવેલ છે જેના કારણે કોરોના પોઝીટીવ દર્દી હોમ કવોરન્ટાઈન રહેવાના બદલે શેરી તાથા ભરચક બજારમાં નિકળતા હોઈ સંક્રમણ થવાથી કેસોમાં ઉછાળો આવેલ છે. અને પુરતા પ્રમાણમાં ટેસ્ટ કરવામાં ન આવતા લોકોની હાલત ખરાબ થઈ છે. ઓછામાં ઓછુ પોઝીટીવ દર્દીના ઘરને કવોરન્ટાઈન કરી પોલીસ બંદોબસ્ત સાથે રેગ્યુલર ચેકઅપ કરવામાં આવે તો સંક્રમણાથી બચી શકાય.
આવા કોરોના સમયમાં તાલુકાના આરોગ્ય વહીવટી વડાઓને ટીએચઓને અન્ય ટ્રેનીંગમાં મુકવા બિલકુલ યોગ્ય નાથી. હાલમાં કોરોનાની સિૃથતીમાં વહીવટી તંત્ર તાથા આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે સંક્રમણ વાધવાના કારણે મહામારીમાં વાધારો થયેલ છે. અને પ્રજાને રામ ભરોસે મુકી દેવામાં આવી છે.
અછત રાહત સમિતિની જેમ આરોગ્ય સમિતિની પણ બેઠક મળવી જોઈએ
જેવી રીતે અછતના સમયમાં અછત રાહત સમિતિની અઠવાડીક મીટીંગ તાલુકા તાથા જિલ્લા કક્ષાએ મળતી હતી. અને રિવ્યુ લેવામાં આવતા હતા. તે જ રીતે કોરોનામાં પણ મામલતદાર આૃથવા પ્રાંત કક્ષાએ અિધકારીઓ ડોકટરો તાથા પ્રજાકીય પ્રતિનિાધીને સાથે રાખી આરોગ્ય સમિતિની મીટીંગ બોલાવવી જોઈએ.
No comments:
Post a Comment