બરવાળામાં પ્લોટમાં પચાવી પાડવા બંદૂક તાકી ભડાકે દેવા અપાઈ ધમકી - NEWS E HUB

Slider Widget

Friday, 11 September 2020

બરવાળામાં પ્લોટમાં પચાવી પાડવા બંદૂક તાકી ભડાકે દેવા અપાઈ ધમકી


ભાવનગર, તા. 10 સપ્ટેમ્બર 2020, ગુરૂવાર

બરવાળા શહેરની મોરી શેરીમાં રહેતા બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે થયેલી મારામારી બાદ પોલીસ ફરિયાદ કરીને પરત આવી રહેલા પિતા-પુત્ર અને ભત્રીજા ઉપર ૧૭ શખસે હુમલો કરી પ્લોટ પચાવી પાડવા બંદૂક તાકી ભડાકે દેવાની ધમકી આપી હતી. આ મામલે અગાઉ સામ સામે ફરિયાદ નોંધાયા બાદ એક પક્ષ સામે રાયોટીંગની બીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બરવાળાની મોરી શેરીમાં રહેતા અને સ્કૂલ સંચાલક નટરવરસિંહ માનસંગભાઈ મોરી (ઉ.વ.૫૩)એ આજે ગુરૂવારે બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પ્લોટમાં કચરો નાંખવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુખ રાખી ગત રવિવારે માથાકૂટ થઈ હતી. જેની પોલીસ ફરિયાદ કરાયા બાદ તેઓ અને તેમના પુત્ર તથા ભત્રીજો ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે બરવાળા બસ સ્ટેન્ડ, મુખ્ય બજાર જવાના રસ્તે, આનંદભુવન સામે પહોંચતા ચીથર ભીખાભાઈ મોરી, દાદુ ભીખાભાઈ, ક્રિપાલ ચીથરભાઈ, પ્રભાત શીવાભાઈ, સુરસંગ ભીમજીભાઈ, જયદેવ સુરસંગભાઈ, તીર્થરાજ દાદુભાઈ, શીવુ નાનુભાઈ, દાદુ ભીમજીભાઈ, ભરત ધીરૂભાઈ, રણજીત ધીરૂભાઈ, વિજય દાદુભાઈ, ભાવસંગ ભીમજીભાઈ, નવલ ભવસંગભાઈ, ઘનશ્યામ પોપટભાઈ, કાળુ રવજીભાઈ અને ભરત રવજીભાઈ સહિતના ૧૭ શખસે તલવાર, જોટાળી બંદૂક, લોખંડનો પાઈપ, ફરશી, લાકડી વગેરે જેવા મારક હથિયારો ધારણ કરી ધસી આવી તેમને, ભત્રીજા યશપાલ ધીરૂભાઈ મોરી અને પુત્ર અક્ષિત નટવરસિંહ ઉપર હુમલો કરી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત પ્લોટ પચાવી પાડવાના ઈરાદે આધેડ સામે બંદૂક તાકી, આ પ્લોટ બાજુ જશો તો ભડાકે દેવામાં આવશે. તેમ કહીં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘટના સંદર્ભે પોલીસે તમામ ૧૭ શખસ સામે આઈપીસી ૩૨૫, ૩૨૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૬ (ર), જીપી એક્ટ ૧૩૫ અને હથિયાર ધારો કલમ ૨૫ (૧) (એ), ૨૫ (૧) (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનિય છે કે, ગત રવિવારે થયેલી બબાલના મામલે રાજેન્દ્રભાઈ મોરીએ ૧૨ શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. જે પક્ષ સામે આજે વધુ એક રાયોટીંગ, હથિયારધારા વગેરે કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. જ્યારે યુવરાજસિંહ મોરીએ સામા પક્ષના ચાર વ્યક્તિ વિરૂધ્ધ રવિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આમ રવિવારની મારામારીમાં ત્રીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.


No comments:

Post a Comment