પ્રેમીના ત્રાસથી કંટાળી વતન જવા નિકળેલી વિદ્યાર્થીની એસ.ટી. સ્ટેન્ડથી મળી - NEWS E HUB

Slider Widget

Thursday 3 September 2020

પ્રેમીના ત્રાસથી કંટાળી વતન જવા નિકળેલી વિદ્યાર્થીની એસ.ટી. સ્ટેન્ડથી મળી


પ્રેમીના ત્રાસથી કંટાળી વતન જવા નિકળેલી વિદ્યાર્થીની એસ.ટી. સ્ટેન્ડથી મળી

ભાવનગર, તા. 2 સપ્ટેમ્બર 2020, બુધવાર

નવસારીમાં નર્સીંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની ભાવનગરના ડ્રાઇવરના પ્રેમમાં પડી તેની સાથે ભાગી ભાવનગર આવ્યા બાદ પ્રેમીના ત્રાસથી કંટાળી વતનની વાત પકડવા નિકળેલી અને હેબતાયેલી વિદ્યાર્થીની એસ.ટી. સ્ટેન્ડથી મળી આવતા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયા બાદ તેના પરિવારજનોને બોલાવી યુવતીને સોંપવામાં આવી હતી.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના એસ.ટી. સ્ટોપ પાસેથી મોડી રાત્રે એક ગુમસુમ અને હેબતાઇ ગયેલી હાલતે ૨૦ વર્ષીય યુવતી જોવા મળતા ૧૮૧ અભયમ્ ટીમે યુવતીનો કબજો સંભાળી સર ટી. હોસ્પિટલ સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો હતો ત્યાંના કર્મચારીઓએ યુવતીને આશ્વાસન આપી તેની પુછપરછ કરતા યુવતીએ તેની આપવીતી કહેતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની વતની અને નવસારી જિલ્લામાં નર્સીંગનો અભ્યાસ કરતી હતી ત્યારે પાંચ માસ પૂર્વે ભાવનગરના ડ્રાઇવીંગ કરતા યુવક સાથે પરિચય થયા બાદ બંને સંપર્કમાં આવતા પ્રેમ બંધાયો હતો. 

દરમિયાન આજથી બે માસ પૂર્વે યુવકે લગ્નની લાલચ આપતા નવસારીથી તેની સાથે ભાગી ભાવનગર આવી પહોંચી હતી અને યુવક સાથે છેલ્લા બે માસથી રહેતી હતી દરમિયાન યુવકે ખોટી શંકા-વહેમ અને મેણાટોણા મારી ઘરમાં ગોંધી રાખતા તેણી તેના ત્રાસથી કંટાળી પોતાના વતન જવા માટે રાત્રે યુવકના ઘરેથી નિકળી જઇ એસ.ટી. સ્ટેન્ડ આવી પહોંચી હતી. પરંતુ ડાંગની એકપણ બસ ન મળતા ગુમસુમ બેઠી હોવાનું જણાવ્યું હતું.

યુવતીની આપવીતી સાંભળી સખી વન સ્ટોપ સેન્ટરે તેને પાંચ દિવસ આશ્રય આપી તેના માતા-પિતાનો સંપર્ક કરતા તેનો ભાઇ ભાવનગર આવી પહોંચ્યો હતો અને યુવતીનું ભાઇ સાથે મિલન કરાવી તેને સોંપી આપી હતી.


No comments:

Post a Comment