વરસાદની પેટર્ન બદલાઈ! : સુકો રણ પ્રદેશ ૨૬૦ ટકા મેઘવૃષ્ટિથી તરબોળ
ભુજ, બુાધવાર
કચ્છમાં ચાલુ સીઝનમાં ભરપુર મેઘવૃષ્ટિ જતા લીલા દુષ્કાળનો માહોલ છવાઈ ગયો છે. જિલ્લામાં સરેરાશ ૪૧૨ મીમી વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે ૯૩૩ મીમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ માંડવીમાં ૧૫૬૬ મીમી નોંધાયો છે.
રાજ્યમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. પહેલા ડાંગમાં સૌથી વધુ વરસાદ જોવા મળતો હતો. પરંતુ છેલ્લા ૧૫ વર્ષાથી કચ્છમાં વાધારે વરસાદ પડે છે અને ડાંગમાં ઓછો વરસાદ જોવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગની આ અસર હોવાનું હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે. કચ્છ જિલ્લામાં વરસાદની હંમેશા ખેંચ રહ્યા કરતી હતી. આજે સિૃથતિ એવી છે કે સુકા રણમાં વાધારે વરસાદ પડી રહ્યો છે. સીઝનનો ૨૬૦ ટકા જેટલો વરસાદ પડતા સમગ્ર જિલ્લો જળમગ્ન બન્યો છે. જિલ્લાની વરસાદની સરેરાશ જોઈએ તો ૪૧૨ મીમી વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે ૯૩૩ મીમી વરસાદ વરસી ચુક્યો છે. માંડવીમાં સરેરાશ ૪૨૬ મીમી અને મુંદરામાં ૪૭૦ મીમી વરસાદ પડતો હોય છે. પરંતુ આ વર્ષે માંડવીમાં૧૫૬૬ મીમી અને મુંદરામાં ૧૩૭૭ મીમી વરસાદ પડયો છે. એટલે કે માંડવી ૬૨ ઈંચાથી વધુ અને મુંદરામાં ૫૫ ઈંચ વરસાદ વરસ્યો છે. અંજાર શહેરમાં ૧૨૪૧ મીમી (૫૦ ઈંચ), ભુજ ૧૦૮૭ મીમી (૪૩ ઈંચ), નખત્રાણા ૯૫૮ મીમી (૩૮ ઈંચ), અબડાસા ૯૪૯ મીમી (૩૮ ઈંચ), ગાંધીધામ ૯૦૦ મીમી (૩૬ ઈંચ), ભચાઉ ૯૧૬ મીમી (૩૭ ઈંચ), લખપત ૭૮૦ મીમી (૩૧ ઈંચ) અને રાપર ૭૭૯ મીમી (૩૧ ઈંચ) પાણી વરસી ચુક્યું છે.
રાપરના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે વરસાદના ઝાપટાં
છેલ્લા દશેક દિવસાથી વાગડ પંથકમાં મેઘરાજાએ જાણે અપાર પ્રેમ હોય તે રીતે સતત વરસી ચોમાસુ પાકને નુકશાન કરી રહ્યા છે. ગઈકાલે એક ઈંચ વરસાદ પડયો હતો ત્યારે આજે પર બપોર બાદ તાલુકામાં વરસાદના માહોલ વચ્ચે મેઘ સવારી આવી હતી. તાલુકા માથકે માત્ર વરસાદ નો રંગ કર્યો હતો. ત્યારે રણકાંઠાના થોરીયારી, માણાબા, ચિત્રોડ, કુંભારીયા સહિતના હાઈવે પટ્ટીના ગામોમાં વરસાદ ના ઝાપટા પડયા હતા. જેના લીધે રોડ પર પાણી વહી નીકળ્યા હતા.
No comments:
Post a Comment