ભુજમાં કોંગ્રેસે શાસ્ત્રોકત વિધિથી રોડના ભુવા તથા ખાડાનું પૂજન કર્યું - NEWS E HUB

Slider Widget

Thursday, 3 September 2020

ભુજમાં કોંગ્રેસે શાસ્ત્રોકત વિધિથી રોડના ભુવા તથા ખાડાનું પૂજન કર્યું


ભુજમાં કોંગ્રેસે શાસ્ત્રોકત વિધિથી રોડના ભુવા તથા ખાડાનું પૂજન કર્યું

ભુજ, બુાધવાર 

ભુજમાં પાલિકાના નગરપતિ, કારોબારી તાથા સીઓની ઠેકેદારો સાથે મિલીભગતાથી થયેલા રસ્તાના તકલાદી કામ ચોમાસામાં સામે આવી રહ્યા છે. આખુ શહેર ભુવા તાથા ખાડાનગરીમાં પરિણમી ચુક્યું છે. લોકોના હાડકા તુટી રહ્યા છે તાથા મોત નીપજી રહ્યા છે, આમછતાં નિંભર પદાિધકારીઓ કે અિધકારીઓ સમારકામ કરવા દાદ આપતા ન હોવાથી અંતે થાકી હારીને આજે વિપક્ષે લોકોની સલામતી માટે શહેરમાં ભુવા અને ખાડાઓ પાસે બેસીને શાસ્ત્રોકત વિાધીથી સાથે ધરતીમાતાને વધુ કોપાયનમાન ન થવાની પ્રાર્થના કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ કોંગ્રેસના કાઉન્સીલરોએ પોસ્ટ ઓફીસ પાસેાથી લાંબા સમયાથી પડેલો ભુવો તાથા શહેરના અન્ય સૃથળો પર બેસી ગયેલા રસ્તા અને ખાડાઓની પુજારીને બોલાવીને પુજા- અર્ચના કરી હતી. આ મુદે પ્રકાશ પાડતા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આખા શહેરના રસ્તા ચારણીની જેમ વીંધાઈને ગાડાવાટ બની ગયા છે. જેના પરાથી સ્લીપ થઈને અનેક લોકો હોસ્પિટલભેગા થઈ ચુક્યા છે. આટલું ઓછું હોય તેમ શહેરના મુખ્યરસ્તાઓ પર જોખમી ભુવાઓ પડી ગયા છે. જે એકમાસાથી વધુ સમય થયો એમ જ સિૃથતીમાં છે. નિંભર નગરપતિ, સીઓ કે અન્ય કોઈપણ નગરસેવકો લોકોની ચિંતા કરતા નાથી. ત્વરાએ ભુવાને સમારકામ કરાય નહીં તો આખા રસ્તા બેસી જવા કે કોઈ મોટી દુાર્ધટના ઘટશે તેવા ભય સાથે અમારા દ્વારા રજુઆત કરાઈ છે. પરંતુ કામ કરે તો ભાજપના પદાિધકારીઓ શાના તે વટને જાળવી રાખવા કોઈ પગલા ભરાયા નાથી. જેાથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે, અમદાવાદ જેવી ભુવામાં ગાડીઓ સાથે પડી જવાની દુાધર્ટના ભુજમાં બને તેવા એંધાણ છે. ત્યારે શાસકો તો દાદ નાથી આપતા પરંતુ ધરતીમાતા તેના બાળકો પર કૃપા કરીને વધુ ભુવા ન પાડે અને સિૃથર બની રહે તેની પ્રાર્થના આજના પુજા- અર્ચનમાં કરાઈ હતી. ઠેકઠેકાણે જોખમી ભુવા પાસે પુજારીની હાજરીમાં વિપક્ષી નગરસેવકોએ મંત્રોચ્ચાર અને વિિધવત પુજન કરીને ધરતીમાતાને લોકોનો ભાર ઝીલી રાખવા  પ્રાર્થના કરી હતી.

કોંગ્રેસી નગરસેવકોએ કર્યું હતું કે, પેાધી ગયેલા બે થી ત્રણ કોન્ટ્રાક્ટરો સાથે મળીને શાસકો કરોડોનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. કટકી મળી જતી હોવાથી પૈસાદાર થવા તલપાપડ પદાિધકારીઓ કર્મચારીઓ સાથે મળીને માથે ઉભા રહીને નબળા કામો કરાવી રહ્યા છે. જો તપાસ થાય તો આ તમામ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની તાથા જેલભેગા થવાની નોબત આવે તેમ છે.  શહેરના બગડેલા રસ્તાના નામે ફરી કામોની હારમાળા શરૃ થશે ત્યારે ઘર તેઓના જ ભરાશે. લોકોને તો સરવાળે ખરાબ રસ્તા પરાથી ચાલવાનું જ નસીબમાં લેખાયેલું છે.


No comments:

Post a Comment