ઈકબાલગઢમાં પ્રસુતિ સમયે મહિલાનું મોત નિપજતાં હોબાળો - NEWS E HUB

Slider Widget

Sunday, 6 September 2020

ઈકબાલગઢમાં પ્રસુતિ સમયે મહિલાનું મોત નિપજતાં હોબાળો

અમીરગઢ, તા.05 સપ્ટેમ્બર 2020, શનિવાર

અમીરગઢ તાલુકાના ખેમરાજીયાની ગર્ભવતી મહિલાને ઈકબાલગઢની હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન શંકાસ્પદ મોત નિપજતા ડોક્ટર ઉપર આક્ષેપો સાથે મૃતક મહિલાની લાશ લઈ આદિવાસીઓએ હોબાળો મચાવતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી.

અમીરગઢના ઈકબાલગઢમાં આવેલ સત્યમ હોસ્પિટલમાં ખેમરાજીયાની શાંતાબેન શંકરભાઈ ખરાડીને પ્રસુતા માટે દવાખાનામાં લાવેલ હતા. જેઓને ઓપરેશન દ્વારા બાળકનો જન્મ થયેલ હતો. પરંતુ પ્રસુતાની હાલત કથળેલ હોવાથી સત્યમ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ પરમાર તેઓની સાથે જઈ મહિલાને મહેસાણા ખાતે લઈ ગયા હતા. પરંતુ ત્યાં જતા મહિલાનું મોત નિપજ્યું હોવાથી ડોક્ટર ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આથી ડોક્ટર ઉપર આક્ષેપો કરી મૃતક મહિલાના પરિવારજનો મોટી સંખ્યામાં સત્યમ હોસ્પિટલમાં મૃતકની લાશ માટે ધસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. 

તે દરમિયાન ડિલિવરી કરનાર ડોક્ટર ચિરાગ પરમાર ત્યાંથી  ભાગી ગયા હતા.  હાબાળો થતા પોલીસ દોડી આવી હતી અને ડોક્ટરને પોલીસ સ્ટેશનમાં બોલાવી સમજાવટના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ મૃતક મહિલાના પરિવારનું કહેવું ચે કે ડોક્ટર ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી લાશને દવાખાનામાંથી લઈ જવાના નથી છતાં પણ પોલીસ એક્શન લેવા માટે અવળચંડાઈ કરતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થયેલ છે. સત્યમ હોસ્પિટલમાં અગાઉ પણ ઘણીવાર પ્રસુતાઓના મોત નિપજેલ છે અને આવી રીતે હોબાળાઓ પણ થયેલ છે તો ખરેખર પ્રસુતાઓના મોતનો ગુનેગાર કોણ ?


No comments:

Post a Comment