વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા મુદ્દે સિન્ડીકેટમાં નિર્ણય લેવાની કુલપતિની ખાતરી - NEWS E HUB

Slider Widget

Friday 4 September 2020

વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા મુદ્દે સિન્ડીકેટમાં નિર્ણય લેવાની કુલપતિની ખાતરી


વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા મુદ્દે સિન્ડીકેટમાં નિર્ણય લેવાની કુલપતિની ખાતરી

આણંદ, તા.3 સપ્ટેમ્બર 2020, ગુરુવાર

સ્નાતક કક્ષાના મેરીટ મુજબ પ્રમોશન મેળવનાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવા સહિતની માંણીઓને લઈ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિ.ખાતે આંદોલન છેડનાર એબીવીપીના કાર્યકર્તાઓની ગતરોજ વિરોધ કાર્યક્રમ દરમિયાન વિદ્યાનગર પોલીસે અટકાયત કર્યા બાદ આજે ફરીથી કાર્યકર્તાઓ દ્વારા યુનિ. ખાતે આંદોલન કરવા જતાં વિદ્યાનગર પોલીસે કાર્યકર્તાઓને સમજાવ્યા બાદ યુનિ.ના કુલપતિ દ્વારા પણ પરીક્ષા ફી પરત કરવા બાબતે સિન્ડીકેટ સભામાં નિર્ણયલેવાશેની બાંહેધરી આપવામાં આવતાં હાલ આંદોલન  સમેટાઈ ગયું છે.

ભાજપ પ્રેરિત વિદ્યાર્થી યુનિયન એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવાના મુદ્દાને લઈ સ.પ. યુનિ. ખાતે આંદોલન છેડવામાં આવ્યું હતું. જેમાં ગતરોજ એબીવીપીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાાં આવતાં વિદ્યાનગર પોલીસ  દ્વારા તમામ વિરોધકર્તાઓની અટકયત કર્યાબાદ તેઓનો છુટકારો થયો હતો. દરમ્યાન આજે પણ આ કાર્યકર્તાઓ દ્વારા આંદોલન જારી રાખવાની જાહેરાત કરાતા વિદ્યાનગર પોલીસની ટીમ યુનિ. ખાતે દોડી ગઈ  હતી અને આંદોલન માટે એકત્ર થયેલ કાર્યકર્તાઓને સમજાવી કુલપતિ સાથે વાતચીત કરી નિકાલ લાવવા જણાવ્યું હતું.

દરમ્યાન વિદ્યાર્થી પાંખ યુનિ.ના કુલપતિને પુન: આ અંગે રજુઆત કરાતાં યુનિ.ના કુલપતિ ડૉ. શિરીષ કુલકર્ણીએ તેઓને જણાવ્યું હતું કે ગતરોજ પણ તેમને કહ્યુ ંહતું તે જ વાત આજે કરૂં છું કે યુનિ. મારી માલિકીની નથી. આ બાબતે સિન્ડીકેટમાં મુકવામાં આવશે. આ મહિને યોજાનાર સિન્ડીકેટ સભામાં આ મદ્દા અંગે ચર્ચાવિચારણા કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે વિદ્યાર્થી નેતાઓને જો યુનિ.ની કામગીરીમાં દખલ કરવામાં આવશે તો નાછુટકે તેઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું  હતું.


No comments:

Post a Comment