ગુજરાતની કોલેજોની ફીમાં ઘટાડાની માગણી સાથે હાઇકોર્ટમાં PIL - NEWS E HUB

Slider Widget

Wednesday, 2 September 2020

ગુજરાતની કોલેજોની ફીમાં ઘટાડાની માગણી સાથે હાઇકોર્ટમાં PIL



ગુજરાતની કોલેજોની ફીમાં ઘટાડાની માગણી સાથે હાઇકોર્ટમાં PIL

અમદાવાદ, તા. 1 સપ્ટેમ્બર, 2020, મંગળવાર

ગુજરાતમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવતી કોલેજોની ફીમાં ઘટાડાની માગણી કરતી જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે અન્ય રાજ્યોમાં કોલેજોની ફીમાં 30 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ અહીં રાજ્ય સરકારે આ દિશામાં કોઇ પગલાં લીધા નથી.

હાઇકોર્ટે રાજ્ય સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સહિતના પક્ષકારોને તેમનો પક્ષ રજૂ કરવાનો નિર્દેશ રજૂ કરવાની કહી આગામી સુનાવણી ચોથી સપ્ટેમ્બરના રોજ નિયત કરી છે.

અરજદારની રજૂઆત છે કે ગુજરાતની કોલેજો લોકડાઉન અને ઓનલાઇન શિક્ષણ છતાં સંપૂર્ણ ફી વસૂલી રહી છે. આ ઉપરાંત આ ફીમાં જીમની ફી, એક્ટિવિટી ફી, લાઇબ્રેરી સહિતની ઇત્તર પ્રવૃત્તિઓની ફી સમાવિષ્ટ છે.

મદ્રાસ હાઇકોર્ટના તાજેતરના એક આદેશમાં કોલેજની ફીમાં 30 ટકાની રાહત આપવામાં આવી છે. જેમાં પણ 70 ટકા ફીમાંથી અત્યારે 40 ટકા અને 30 ટકા રાકમ બાદમાં ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને પણ આવી રાહત મળવી જોઇએ.

રાજ્યની કોલેજો જે સુવિધાઓ આપી રહી નથી તેનો ચાર્જ પણ વસૂલી રહી છે. ફીમાં રાહત આપ્યા બાદ પણ જે રકમ વધે છે તેમાં કોલેજના અધ્યાપકોના પગાર સહિતનો તમામ ખર્ચ નીકળી ખે છે. જેથી હાઇકોરેટ આદેશ કરે કે ફી રેગ્યુલેટરી કમિટી, રાજ્ય સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ફીમાં ઘટાડા અંગે ઠરાવ કે પરિપત્ર જાહેર કરે.


No comments:

Post a Comment